વડોદરા : રાજ્ય નિવાસી હોકી એકેડેમી દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાય...

ગુજરાત રાજ્ય નિવાસી હોકી એકેડમી તરફથી શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભાઇઓ તથા બહેનોની હોકી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

New Update
વડોદરા : રાજ્ય નિવાસી હોકી એકેડેમી દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાય...

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા આયોજીત સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન યોજના હેઠળ ગુજરાત રાજ્ય નિવાસી હોકી એકેડમી તરફથી શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભાઇઓ તથા બહેનોની હોકી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

Advertisment

વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા આયોજીત સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય નિવાસી હોકી એકેડેમીમાં ભાઇઓ અને બહેનો માટેની પસંદગી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં આજે 100થી વધુ ખેલાડીઓ હાજર રહ્યા હતા. જેઓની નિષ્ણાત હોકી કોચિસ દ્વારા પસંદગી કરવામાં આવશે. આ સાથે જ તેઓને તાલીમ, તેઓનું ડાયટ તથા શિક્ષણ અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવશે, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisment
Latest Stories