Connect Gujarat
સ્પોર્ટ્સ

વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપમાં રોહિત સાથે ઓપનિંગ કરવુ જોઈએ: સૌરવ ગાંગુલી

BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ.

વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપમાં રોહિત સાથે ઓપનિંગ કરવુ જોઈએ: સૌરવ ગાંગુલી
X

BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ. IPLમાં દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ગાંગુલીએ સોમવારે એક મીડિયા ઇવેન્ટમાં કહ્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનિંગ કરવું જોઈએ, વિરાટ 40 બોલમાં 100 રન બનાવી શકે છે.T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. સંભવિત ખેલાડીઓની યાદી 1 મે સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સબમિટ કરવાની રહેશે.હાલમાં જ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરશે. પરંતુ, આ સમાચારના થોડા દિવસો બાદ રોહિતે આ સમાચારને નકારી કાઢ્યા હતા.

Next Story