સાઉથના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન

New Update
સાઉથના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન

સાઉથ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. તમિલ અભિનેતા ડેનિયલનું શુક્રવારે એટલે કે 29 માર્ચ રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શુક્રવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી,

ત્યારબાદ તેને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. અભિનેતાના નિધનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ડેનિયલના અંતિમ સંસ્કાર આજે તેમના પુરસાઈવલકમ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવશેડેનિયલ બાલાજીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધી પડદા પર ઘણી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા વિલનની ભૂમિકાથી મળી.

Latest Stories