વર્લ્ડ કપ IND vs BAN : આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાશે મેચ

New Update
વર્લ્ડ કપ IND vs BAN : આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાશે મેચ

આજે વર્લ્ડ કપની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે. ભારતે તેની ત્રણેય મેચો જીતી છે, અને બાંગ્લાદેશે માત્ર એક જ મેચ જીતી હતી, ત્યાર બાદ તે સતત બે મેચ હાર્યા બાદ ભારત સામે ટકરાશે. આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાશે.

આ ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ કોઈપણ ટીમને હરાવી શકે છે, જે આપણે અત્યાર સુધીની બે મેચમાં જોઈ છે. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે નેધરલેન્ડે ફોર્મમાં ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાને હરાવીને આ ટુર્નામેન્ટમાં બીજો અપસેટ સર્જ્યો હતો. આવી સ્થિતિમાં ભારત ઈચ્છશે નહીં કે બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જનારી ત્રીજી ટીમ બને. તેથી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે પણ જોરદાર રીતે ઉતરશે.

Latest Stories