WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ

મહિલા પ્રીમિયર લીગમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો સામ સામે ટકરાઇ હતી. દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને સરળતાથી હરાવ્યું હતું.

New Update
delh ceptl

મહિલા પ્રીમિયર લીગમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો સામ સામે ટકરાઇ હતી. દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને સરળતાથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત જાયન્ટ્સ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 127 રન જ કરી શકી હતી. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 15.1 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા સ્થાને સરકી ગઈ છે. 

હવે દિલ્હી કેપિટલ્સ પાસે 5 મેચમાં 6 પોઈન્ટ છે, પરંતુ આ ટીમનો નેટ રન રેટ -0223 છે. જોકે, આમ છતાં દિલ્હી કેપિટલ્સ સૌથી વધુ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા સ્થાને સરકી ગઇ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 4 મેચમાં 4 પોઈન્ટ છે. તેમજ આ ટીમનો નેટ રન રેટ 0.619 છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સના 3 મેચમાં 4 પોઈન્ટ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો નેટ રન રેટ 0.610 છે.

Advertisment
Latest Stories