WTC ફાઈનલ : ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાથી 280 રન દૂર, ટેસ્ટ ડ્રો થશે તો કઈ ટીમને ટાઈટલ મળશે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ એક ટર્નિંગ પોઈન્ટ પર પહોંચી ગઈ છે. ચાર દિવસની રમત બાદ ભારતીય ટીમ જીતથી 280 રન દૂર છે.

New Update
WTC ફાઈનલ : ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતવાથી 280 રન દૂર, ટેસ્ટ ડ્રો થશે તો કઈ ટીમને ટાઈટલ મળશે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ એક ટર્નિંગ પોઈન્ટ પર પહોંચી ગઈ છે. ચાર દિવસની રમત બાદ ભારતીય ટીમ જીતથી 280 રન દૂર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે સાત વિકેટની જરૂર છે. ભારતના બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર સ્થિર છે અને ટીમ ઈન્ડિયાને આ બંને પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાની અપેક્ષા છે. જો ભારતીય ટીમ આ મેચ પણ ડ્રો કરે છે તો બંને ટીમો સંયુક્ત વિજેતા બની જશે અને ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતશે.

ભારતે છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ઈંગ્લેન્ડમાં જ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે ભારત પાસે ઇંગ્લેન્ડમાં જ ફરીથી ICC ટ્રોફી જીતવાની તક છે.

Latest Stories