વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ એક ટર્નિંગ પોઈન્ટ પર પહોંચી ગઈ છે. ચાર દિવસની રમત બાદ ભારતીય ટીમ જીતથી 280 રન દૂર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે સાત વિકેટની જરૂર છે. ભારતના બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર સ્થિર છે અને ટીમ ઈન્ડિયાને આ બંને પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાની અપેક્ષા છે. જો ભારતીય ટીમ આ મેચ પણ ડ્રો કરે છે તો બંને ટીમો સંયુક્ત વિજેતા બની જશે અને ટીમ ઈન્ડિયા 10 વર્ષ બાદ ICC ટ્રોફી જીતશે.
ભારતે છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ઈંગ્લેન્ડમાં જ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે ભારત પાસે ઇંગ્લેન્ડમાં જ ફરીથી ICC ટ્રોફી જીતવાની તક છે.