Connect Gujarat
સ્પોર્ટ્સ

WTC પોઈન્ટ્સ ટેબલ : ભારતે 'બેઝબોલ'ની બેન્ડ વગાડીને 4-1થી સિરીઝ જીતી, 'રોહિત બ્રિગેડ' પોઈન્ટ ટેબલ પર રાજ..

ભારતીય ટીમે શનિવારે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 64 રનથી હરાવ્યું હતું.

WTC પોઈન્ટ્સ ટેબલ : ભારતે બેઝબોલની બેન્ડ વગાડીને 4-1થી સિરીઝ જીતી, રોહિત બ્રિગેડ પોઈન્ટ ટેબલ પર રાજ..
X

ભારતીય ટીમે શનિવારે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 64 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં અત્યાર સુધી 9 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે 6માં જીત, બેમાં હાર અને એક મેચ ડ્રો રહી હતી. ભારતના કુલ 74 પોઈન્ટ છે અને 68.51 ટકા છે.

તમને જણાવી દઈએ કે ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડના પ્રથમ દાવના 218 રનના જવાબમાં શનિવારે ભારતનો પ્રથમ દાવ 477 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. આ રીતે યજમાન ટીમે પ્રથમ દાવના આધારે 259 રનની જંગી લીડ મેળવી હતી. ત્યારબાદ ભારતે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગને 195 રનમાં ઓલઆઉટ કરીને એકતરફી રીતે મેચ જીતી લીધી હતી.

Next Story