IPL 2025માં પ્રથમ વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમનું બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ શરૂ થયો છે. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં ટીમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિધાનસભા પહોંચ્યા હતા.RCBના તમામ ખેલાડીઓ અને સ્ટાફને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Victory Parade

ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહેલા RCBના સન્માન સમારોહમાં સામેલ થવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં આઠ લોકોના મોત થયા છે.25થી વધુ લોકો ઘાયલ થયા છે.