Connect Gujarat
Featured

રાજય સરકાર 15 ઓક્ટોબર બાદ શાળા-કોલેજ પુન: શરૂ કરવા લેશે નિર્ણય

રાજય સરકાર 15 ઓક્ટોબર બાદ શાળા-કોલેજ પુન: શરૂ કરવા લેશે નિર્ણય
X

કેન્દ્ર સરકારે સોમવારે અનલોક-5 હેઠળ શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે ગાઇડલાઇન ઇસ્યું કરી છે. આ અંગે આખરી નિર્ણય રાજ્ય સરકારે કરવાનો રહેશે. જો રાજ્ય સરકાર 15 ઓકટોબર બાદ સ્કુલ-કોલેજો ખોલવાનો નિર્ણય કરશે તો તેમણે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે એસઓપી તૈયાર કરવી પડશે.

જેમા સોશ્યલ ડીસ્ટન્સીંગ તેમજ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું પડશે. સ્કુલમાં પ્રવેશ સમયે તમામનું સ્કીનીંગ કરવાનું રહેશે. સ્કુલ ખુલ્યા બાદ 2-3 અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓનું કોઇપણ પ્રકારનું મુલ્યાંકન કરી શકાશે નહી. સ્કુલમાં ઇમર્જન્સી કેર સપોર્ટ અને હાઇજીન ઇન્સ્પેકશન ટીમ બનાવવી પડશે. બાળકોને સ્કુલે બોલાવવા માટે વાલીઓની લેખિત મંજુરી લેવી પડશે તેમજ જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણવા માંગે છે તેમને તે સુવિધા પુરી પાડવી પડશે. આખા કેમ્પસ સહિત ફર્નિચર, સ્ટેશનરીનું દરરોજ સેનિટાઇઝ કરવાનું રહેશે.

Next Story