અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • લાયન્સ ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ

  • શ્રદ્ધાંજલિનાં ભાગરૂપે કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં રકતદાતાઓએ કર્યું રક્તદાન

  • 350થી વધુ લોકોએ કર્યું રક્તદાન

 અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રા. લિ દ્વારા સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં 300 વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા,સેક્રેટરી યોગેશ પટેલ,ખજાનચી હિતેશ પટેલ,સમાજના આગેવાન તેમજ બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories