ભરૂચ : ખાનગી બસમાં મુસાફરી કરતા યાત્રીનું શંકાસ્પદ મોત,બસ ચાલકે મારમારીને અડધે રસ્તે ત્યજી દીધો હોવાના પરિવારનો આક્ષેપ

પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા

New Update
  • ખાનગી બસના મુસાફરનું શંકાસ્પદ મોત

  • મુંબઈથી બસમાં રાજસ્થાન જઈ રહ્યા હતા

  • બસ ચાલક સામે પરિવારજનોએ કર્યા આક્ષેપ

  • યાત્રીને મારમારીને બેશુદ્ધ અવસ્થામાં ઉતારી દીધો

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત  

મુંબઈથી રાજસ્થાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા યાત્રીનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું,આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સરવનનાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મદનનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી રાજસ્થાન જતા હતાતે દરમિયાન બસના ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને બેભાન અવસ્થામાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી પરના બ્રિજ પર છોડીને બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો  હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો.

ત્રણ દિવસ પહેલા મદનનાથ યોગી મુંબઈથી રાજસ્થાનના આમેઠ તરફ પાછા ફરતા હતાત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ-વિવાદ બાદ તેમના પર શારીરિક હુમલો થયો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ મદનનાથને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક બ્રિજ પર બેશુદ્ધ અવસ્થામાં છોડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખોલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમનું ત્રણ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.

પરિવારજનોના જણાવ્યા મુજબ,બસ ડ્રાઈવરે નબીપુર નજીક પ્રિન્સ હોટલ પાસે બસ છોડીને ફરાર થઈ ગયો હતો. જો હોટલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે છે. ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમને બીજી બસ દ્વારા તેમના નિશ્ચિત સુધી મોકલવામાં આવ્યા હતા.હાલમાં અંકલેશ્વર ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories