સુબોધ કુમાર જયસવાલ સીબીઆઈના નવા ડાયરેક્ટર બન્યા

New Update
સુબોધ કુમાર જયસવાલ સીબીઆઈના નવા ડાયરેક્ટર બન્યા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.

તેઓ હાલ સીઆઇએફએસના ચીફ તરીકે કાર્યરત છે અને ભૂતકાળમાં ઈન્ટેલિજન્સ બ્યુરો તેમજ રૉમાં પણ ઉચ્ચ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. સીબીઆઇના નવા કાયમી ડાયરેક્ટરની નિમણુંકને લઇને પીએમના આવાસે બેઠક યોજાઇ હતી. જે દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એક એવો નિયમ બતાવ્યો જેને કારણે સરકારે જે બે નામ સુચવ્યા હતા તેને આ પદની રેસમાંથી બાદ કરી દેવામાં આવ્યા છે.

કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. આ પહેલા ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું.