🔴 Breaking
ગાંધીનગર : ગુજરાતની રમત-પ્રતિભાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમલી બનાવી ‘શક્તિદૂત 2.0’ યોજનાઅંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ અને ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ પર્વ’ની ઉત્સાહભેર ઉજવણીભરૂચ: નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોની રજૂઆતોના સ્થળ પર જ ઉકેલ માટે પ્રયાસઅંકલેશ્વર: GIDCમાં જામશે નવરાત્રીના રંગ, ચાર સ્થળોએ થશે ભવ્ય ગરબા મહોત્સવભરૂચ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમજીવીઓ રાખતા માલિકો અને કોન્ટ્રાક્ટરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત,તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ ભરૂચ જિલ્લામાં સુરક્ષાનાં કારણોસર ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુઅંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રામાંથી ચોરાયેલા લેપટોપ સાથે આરોપીની ગણતરીના સમયમાં કરી ધરપકડભરૂચ: હાંસોટ પોલીસે ઘોડાદરા ગામમાંથી 256 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યોગાંધીનગર : ગુજરાતની રમત-પ્રતિભાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમલી બનાવી ‘શક્તિદૂત 2.0’ યોજનાઅંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ અને ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ પર્વ’ની ઉત્સાહભેર ઉજવણીભરૂચ: નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોની રજૂઆતોના સ્થળ પર જ ઉકેલ માટે પ્રયાસઅંકલેશ્વર: GIDCમાં જામશે નવરાત્રીના રંગ, ચાર સ્થળોએ થશે ભવ્ય ગરબા મહોત્સવભરૂચ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમજીવીઓ રાખતા માલિકો અને કોન્ટ્રાક્ટરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત,તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ ભરૂચ જિલ્લામાં સુરક્ષાનાં કારણોસર ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુઅંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રામાંથી ચોરાયેલા લેપટોપ સાથે આરોપીની ગણતરીના સમયમાં કરી ધરપકડભરૂચ: હાંસોટ પોલીસે ઘોડાદરા ગામમાંથી 256 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
ગુજરાત

તીસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સુનવણી, મહિલા હોવાથી તિસ્તાને જામીનનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા,

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે ગુજરાત સરકારને તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર આધાર અંગે સવાલ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયાધીશો એસ રવિન્દ્ર ભટ્ટ તથા સુધાંશુ ધુલિયાને સમાવતી બેન્ચે ગુજરાત સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે તીસ્તા વિરુદ્ધ કયા પુરાવા અને સામગ્રી એકત્ર કરાઈ છે? શું પોલીસ ધરપકડથી કોઈ લાભ મળ્યો અને કેસની તપાસ ક્યાં સુધી પહોંચી? સુપ્રીમે કહ્યું કે અત્યાર સુધી તો એફઆઈઆર માત્ર સુપ્રિમ કોર્ટના આદેશ પર જ લાગે છે. તીસ્તા પર કોઈ યુએપીએ જેવા આરોપ નથી કે જામીન આપી ના શકાય. આ સાધારણ સીઆરપીસીની કલમ છે. તે મહિલાને અનુકૂળ ચુકાદાનો અધિકાર ધરાવે છે. આ સાથે બેન્ચે વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે.

ગુજરાત સરકારે તીસ્તાના જામીનનો વિરોધ કરતા કહ્યું કે શેતલવાડ એક વરિષ્ઠ રાજકીય નેતાના ઈશારા પર કાવતરું રચ્યું અને તેના માટે તેને મોટી રકમ મળી હતી. સુપ્રીમની બેન્ચમાં સુનાવણીના એક દિવસ પહેલા સોગંદનામું દાખલ કર્યું હતું. સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટમાં તીસ્તા શેતલવાડની જામીન અરજીને ૧૯મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવાની બાબત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ૩જી ઑગસ્ટે નોટિસ પાઠવીને ૧૯મી સપ્ટેમ્બરે કેસની સુનાવણી નિશ્ચિત કરી. શું જામીનના કેસમાં છ સપ્તાહનો સમય આપવો જોઈએ?