સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ ! દર્દીઓ અને ડૉક્ટરોમાં મચી નાસભાગ

New Update
સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ ! દર્દીઓ અને ડૉક્ટરોમાં મચી નાસભાગ

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવી આવ્યા  

ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગના પગલે દર્દીઓને અને તેમના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમના સગાઓની રેસક્યું કરી બહાર કાઢ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઘટના સ્થળે હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ છે.

Latest Stories