આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે ‘‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’’ અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ ૧૫ દિવસનું અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. સુરત જિલ્લામાં ૧૨ CHC અને ૫૫ PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા ૫૪૫ ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે. દરેક ગામના વડીલો-યુવાનોની ટીમ બનાવીને કામ કરીશું તો ચોક્કસ ગામોને કોરોનામુક્ત કરી શકીશું એમ જણાવી મંત્ત્રીએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલન સાધી યુદ્ધના ધોરણે કામ પર લાગી જવા અનુરોધ કર્યો હતો.
સુરત: બારડોલી ખાતે "મારૂં ગામ, કોરોનામુક્ત ગામ" અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે બેઠક યોજાઈ
New Update
Latest Stories