સુરતમાં વહીવટીતંત્ર ભલે કોરોનાથી મૃત્યુ પામતાં લોકોનો વાસ્તવિક આંકડો ભલે છુપાવી રહી હોય પણ મનપાની વિવિધ ઝોન કચેરી ખાતે મરણનો દાખલો લેવા આવતાં લોકોની સંખ્યા અલગ સ્થિતિ બયાન કરી રહી છે......
સુરતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે. કોરોનાનો કહેર વધતા શહેરમાં બેડ, ઇન્જેક્શન, ઑક્સિજનની અછત છે. સારવાર મેળવવા માટે લોકો તડપી રહયાં છે. કલાકોની મથામણ બાદ લોકોને સારવાર નસીબ થઇ રહી છે. બેડ મળી જાય તો રેમડેસિવિર ઇન્જેકશન અને ઓકિસજનના સિલિન્ડર માટે દોડધામ કરવી પડી રહી છે. સુરતમાં કોરોનાથી હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયાં છે પણ સરકારી આંકડો વાસ્તવિકતા કરતાં ઓછો જ રહયો છે. લોકોના મૃત્યુ બાદ હવે તેમના સ્વજનો મરણનો દાખલો મેળવવા માટે મનપાની વિવિધ ઝોન કચેરીના પગથિયા ઘસી રહયાં છે. રાંદેર ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન સહિતની કચેરીઓમાં લોકોની કતાર જોવા મળી રહી છે. મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે. જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે દોડધામ કરી રહ્યા છે. કતારમાં ઉભેલા લોકોએ જણાવ્યું હતું કે, મરણ દાખલો કઢાવવા માટે છેલ્લા બે કલાકથી ઉભા છે પણ હજી નંબર આવ્યો નથી. વહીવટીતંત્ર ભલે કોરોનાથી મૃત્યુ પામતાં લોકોનો આંકડો છુપાવી રહી હોય પણ મરણનો દાખલો લેવા આવતાં સ્વજનોની સંખ્યા કઇ અલગ જ સ્થિતિનો ચિતાર આપી રહી છે...
સુરત : કોરોનાથી મૃત્યુ પામતા લોકોના સ્વજનોની નવી મુશ્કેલી, મરણના દાખલા માટે દોડધામ
New Update