સુરતમાં મહિલા મામલતદારના બીભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 60000ની માંગ કરનાર આરોપીની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે
સુરત શહેરમાં મહિલા નાયબ મામલતદાર દસ 10 મહિમા પહેલા એક મોલમાં ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ મોબાઈલ ફોન રિક્ષામાં ભૂલી ગયા હતા ઘટનાના 10 મહિના બાદ આરોપી ઈસમે મહિલાના નાયબ મામલતદારના મોબાઈલ વીડીયો અને ફોટો એડિટેક કરીને ફોટા વહેતા કરવાની ધમકી આપી આરોપીએ આ એડિટેડ ફોટા વહેતા કરવા બદલ મહિલા નાયબ મામલતદાર પાસેથી ૬૦ હજારની માગણી કરી હતી જેથી નાયબ મામલતદારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરતાં સાઇબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી પાડયો છે
મૂળ સાઉથ દિલ્લી જોનાપુર રોડ ખાતેનો રહેવાસી 24 વર્ષીય નાજીમ નઈમ પટેલે મહિલા નાયબ મામલતદારના વોટ્સએપ પર બીભત્સ ફોટો અને બીભત્સ મેસેજ મોકલ્યા હતા આરોપી નાજીમએ ફોટો ડીલીટ કરવા માટે મહિલા નાયબ મામલતદાર પાસેથી રૂપિયા 60000ની માંગણી કરી હતી આરોપી વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરતા સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે તપાસ કરતા આરોપીને શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ ડુંભાલ ટેનામેન્ટ મેન રોડ ઓમ નગર સોસાયટી બાજુમાં અંજાણા રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો.