કાપડનગરી સુરતના પાંડેસરા વિસ્તારમાં 45 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બીમારીથી કંટાળી યુવાને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે
કાપડનગરી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય યુવક વિનોદ કેશવપ્રસાદ ગૌડે તેમના મકાનમાં ગળે ફાંસો લાગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓ પર આભ તૂટી પડ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા અને રોજગારી મેળવવા માટે સુરતમાં આવ્યા હતા. મૃતક છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હોય બીમારીથી કંટાળી જીવન લીલા સંકેલી લીધી હોવાનું પ્રાથમિક અનુમાન લાગાવવામાં આવી રહયું છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે
