સુરત: શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહો પણ ફૂલ, જુઓ કેટલા કલાકનું છે વેઇટિંગ

સુરત: શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારના સ્મશાનગૃહો પણ ફૂલ, જુઓ કેટલા કલાકનું છે વેઇટિંગ
New Update

કાપડ નગરી સુરતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સુરતના તમામ સ્મશાન ગૃહ ફૂલ થઈ જતાં હવે સ્વજનોએ ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહોમાં દોતાં લગાવી છે પરંતુ ત્યાં પણ 2 થી 3 કલાકનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં કોરોના ની સ્થિતિ બેકાબુ થઇ રહી છે ,મહત્વ નું છે કે ગત વર્ષ ની સરખામણી માં આ વખતે મૃત્ય દર માં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ,જેને કારણે સુરત શહેર ના તમામ સ્મસાન ગૃહ હાલ ફૂલ થઇ ગયા છે જેને કારણે હવે સુરત શહેર ના મૃતદેહો ને અંતિમસંસ્કાર માટે ગ્રામીણ વિસ્તાર તરફ મોકલવામાં આવી રહ્યા છે પરંતુ મૃતદેહ એટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે કે ગ્રામીણ વિસ્તારના સ્મસાન ગૃહો માં પણ ૩ થી ચાર કલાક જેટલો વેટીંગ સમય લાગી રહ્યો છે સુરત ના બારડોલી ,કડોદરા અને ખોલવડ સ્મશાન ગૃહો પર સુરત શહેરમાંથી મૃતદેહો લાવવમાં આવી રહ્યા છે અને મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી રહી છે

જોકે સુરત શહેર ના સ્મસાન ગૃહ માં લાંબા સમય ની વેટીંગ હોવાથી સુરત મ્યુનીસીપલ કમિશ્નર ધ્વરા ગ્રામ્ય વિસ્તાર ના સ્મસાન ગૃહના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરત શહેરના કોવિડ મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટેની વાત કરતા તમામ સ્મશાન ગૃહો પર હાલ અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે. કામરેજ ના ખોલવડ ખાતે આજે સવાર થી ૨૨ જેટલા મૃતદેહો ની અંતિમ ક્રિયા કરવામાં આવી છે અને હજુ પણ સુરત શહેર વિસ્તારમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવમાં આવી રહ્યા છે

#Connect Gujarat #Surat #Corona Update #COVID19 #corona gujarat #Covid 29
Here are a few more articles:
Read the Next Article