સુરત : મેરીટ પાત્રતા ધરાવતા ઉમેદવારોનું LRDની યાદીમાં સમાવેશ માટે કામરેજ માલધારી સમાજ દ્વારા પાઠવાયું આવેદન

New Update
સુરત : મેરીટ પાત્રતા ધરાવતા ઉમેદવારોનું LRDની યાદીમાં સમાવેશ માટે કામરેજ માલધારી સમાજ દ્વારા પાઠવાયું આવેદન

ગુજરાત લોક રક્ષક દળની ભરતીની યાદીમાં માલધારી સમાજના

ગીર, બરડા, આલેચ વિસ્તારમાં

રહેતા માલધારી ઉમેદવારોને ન્યાય આપવા બાબત કામરેજ ખાતે માલધારી સંગઠન દ્વારા આવેદન

પત્ર પાઠવાયું હતું.

publive-image

છેલ્લા કેટલાક દિવસોથી ગીર, બરડા, આલેચમાં રહેતા માલધારી સમાજનો અનુચિત જનજાતિમાં સમાવેશ કરી વિગત દર્શક કાર્ડ કરી આપી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ લોક રક્ષક દળની

પરીક્ષામાં એસ.ટી. કેટેગરીમાં ફોર્મ ભરી દીધા હતા. ત્યાર બાદ મેરીટ યાદી જાહેર

થયેલ જેમાં ભરવાડ, રબારી, ચારણ સમાજના 101

ઉમેદવારોને બાકાત રખાતા હાલ રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

publive-image

માલધારી સમાજના મેરીટ પાત્રતા

ધરાવતા ઉમેદવારોને લોક રક્ષક દળની ભરતીની પસંદગી યાદીમાં સમાવેશ કરવાની માંગ સાથે

કામરેજ તાલુકામાં માલધારી સંગઠન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલી દરમ્યાન મોટી સંખ્યામાં

માલધારી સમાજના યુવાનોએ તાલુકા પ્રાંત અધિકારીને આવેદન

પત્ર પાઠવી યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

Latest Stories