સુરત : જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા

New Update
સુરત : જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા

ગૃહમંત્રીના આગમન ટાણે જ કરીયાણાના વેપારી પાસેથી 4 હજાર રૂપિયાની લાંચ લેતા સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત 3 લોકોને એસીબીએ ઝડપી પાડ્યા છે. વેપારીનું વાહન નહિ રોકવા અને જમા નહિ કરવા માટે એ.એસ.આઈ.એ લાંચ માંગી હતી. જેમાં વેપારીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ત્રણેય લોકોને ઝડપી પાડ્યા હતા.  

એક બાજુ સુરતમાં ગૃહમંત્રી, ડીજીપી સહિતના અધિકારીઓ સુરતના મહેમાન બન્યા હતા. તે વેળાએ જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વાત કઈક એમ છે કે, સુરતના ગામડાઓમાં છૂટક દુકાનવાળાઓને અનાજ સપ્લાય કરતા કરીયાણાના વેપારી પોતાની વાનમાં સામાન ભરીને આવજાવ કરતો હોવાથી વાહન ચેકિંગ બહાને જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. જયેશ પરસોત્તમ પટેલે વાહન ઉભું રખાવી ગાડી જમા નહિ કરવાના માટે રૂપિયા 12 હજારની લાંચ માંગી હતી. જેતે સમયે 8 હજાર રૂપિયા લઇ પણ લીધા હતા અને બાકીના 4 હજાર રૂપિયા બીજા દિવસે આપી જવા જણાવ્યું હતું. જોકે આ મામલે કરીયાણાના વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં એસીબીએ છટકું ગોઠવી અન્ય 4 હજાર રૂપિયાની લાંચ લેતા એ.એસ.આઈ.  જયેશ પરસોત્તમ પટેલ, તેઓના હસ્તક લાંચ લેનાર ઈકરામ ઇબ્રાહિમ પટેલ અને ઈકબાલ મોહમદ પટેલને વરીયાવ નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. એસીબીએ ત્રણેય લોકોની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories
    Read the Next Article

    ચૂંટણી અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને આપી મોટી રાહત, બિહારમાં 125 યુનિટ વીજળી મફત મળશે

    ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે.

    New Update
    ggggguj

    ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. 

    વાસ્તવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર x હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે "અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને ફાયદો થશે." બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે

    CM નીતિશ કુમારે આગળ લખ્યું હતું કે, "અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલુ ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે.

    Latest Stories