/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/22180815/maxresdefault-336.jpg)
સુરતના અડાજણ પાલ રોડ પર
આવેલાં બેંક
ઓફ બરોડાના એ ટી એમને તોડી રહેલાં યુવાનને પોલીસે ઝડપી પાડયો છે. આરોપી બેકાર
હોવાથી તેણે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.
સુરતની અડાજણ પોલીસની ટીમ
પેટ્રોલિંગમાં હતી
તે દરમિયાન અડાજણ ગામના સર્કલ ખાતે આવેલ બેક ઓફ બરોડાના એટીએમમાં એક યુવાનની
હિલચાલ શંકાસ્પદ જણાય હતી. પોલીસે એટીએમમાં જઇ તપાસ કરતાં મહેશ શ્રીરાજ યાદવ નામનો
ઇસમ એટીએમ મશીનનો આગનો ભાગ તોડીને ચોરીનો પ્રયાસ કરી રહયો હોવાનું જણાયું હતું.
પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ કરતાં તે પહેલાં ડુમસ રોડ પર આવેલી એક હોટલમાં
કામ કરતો હતો પણ નોકરી છુટી જતાં તે બેકાર બની ગયો હતો. તે એટીએમ તોડે તે પહેલાં જ
પોલીસના હાથે ઝડપાય ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ કોઈ
ગુનામાં સંકળાયેલ કે અંજામ આપ્યો હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.