/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/23180847/maxresdefault-306.jpg)
સુરતના ચોક બજારમાં આવેલ પરીવર્તન વ્યસનમુક્તિ અને પુનઃ સ્થાપન કેન્દ્રમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. પરિવર્તન મુક્તિ કેન્દ્રમાં એડવોકેટ અને નોટરી તેમજ ક્લબના હોદ્દેદારો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલ પરીવર્તન વ્યસનમુક્તિ અને પુનઃ સ્થાપન કેન્દ્રમાં સ્થાનિકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરિવર્તન મુક્તિ કેન્દ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ તેમજ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા.
પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન ધરાવતા લોકોને સારવાર આપવામાં આવે છે. આ પ્રસંગે શહેરમાં દારૂ, ડ્રગ્સ, તમાકુ જેવા વ્યસનોમાંથી લોકોને મુક્ત કરાવવા માટે થઈ રહેલા કાર્યની સરાહના કરવામાં આવી હતી. પરિવર્તન મુક્તિ કેન્દ્ર ખાતે ખૂબ સુંદર રીતે કાર્ય કરવામાં આવતા લોકો પણ પોતાનું વ્યસન છોડવા માટે અહિં આવી રહ્યા છે. ઉપરાંત અન્ય લોકોએ પણ સાથ સહકાર આપી નિઃસંકોચપણે સહયોગ આપવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.