New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/20163454/maxresdefault-268.jpg)
સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજના આચાર્યએ વોટસએપ ગૃપમાં મેસેજ મુકતાની સાથે હોબાળો મચી ગયો હતો.
સુરત ઉધના સિટીઝન કોલેજમાં એબીવીપીના આગેવાનો તથા કાર્યકરોએ ફી બાબતે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટી તરફથી ફ્રી ઓછી કરવા છતાંય કોલેજે ફ્રી ઓછી નહીં કરી હોવાના આક્ષેપો થઇ રહયાં છે. એબીવીપીના અગ્રણી કેનિલ પટેલએ જણાવ્યું હતું કે ઉધના સિટીઝન કોલેજ ખાતે ફીના મુદ્દાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. કોલેજના આચાર્યએ વોટસએપ ગૃપમાં મેસેજ મૂકી તાત્કાલિક ફી ભરવા જણાવી રહ્યા છે. યુનિવર્સિટી કુલપતિએ પરિપત્ર બહાર પાડી ફી અડધી લેવા માટે સુચના આપી હોવા છતાં કોલેજ સંચાલકો પુરેપુરી ફી માંગી રહયાં છે.