સુરત : કોરોનાના કહેર વચ્ચે પણ સેવાની સુવાસ, જુઓ સિવિલ હોસ્પિટલ બહાર શું કરાય છે સરાહનીય કાર્ય

New Update
સુરત : કોરોનાના કહેર વચ્ચે પણ સેવાની સુવાસ, જુઓ સિવિલ હોસ્પિટલ બહાર શું કરાય છે સરાહનીય કાર્ય

કોરોનાના કપરા કાળમાં સુરતના સેવાભાવી ટ્રસ્ટ સહિત અનેક લોકોએ પોતાની અનોખી સેવા પુરી પાડી છે તેમાં કોઈ બે મત નથી, ત્યારે કોરોનાની બીજી લહેરમાં સુરત સિવિલ હોસ્પિટલમાં જલારામ ટ્રસ્ટની સેવા પણ જોવા જેવી છે. લાસકાના જલારામ ટ્રસ્ટના યુવકો દર્દી અને દર્દીના સંબંધીઓને ચા-બિસ્કિટ અને નાસ્તો પુરો પાડી કોરોના સામે લડવા હિંમત આપી રહ્યા છે.

આજે માનવી આધુનિક અને ટેકનોલોજીના સમયમાં એટલો સ્વાર્થી થઈ ગયો છે કે, ખરાબ અને કપરા સમયમાં પોતાના સ્વજનને ભૂલી જાય છે. પણ જો તમે સુરત શહેરમાં હોવ તો કદાચ આ કહેવત અહીં વધુ સાર્થક દેખાતિ નથી. એનું કારણ છે સુરતના આ સેવાભાવી સંસ્થા ટ્રસ્ટ અને લોકો…. જેમના કોઈ સગા સંબધી કોવિડ હોસ્પિટલમાં હશે નહીં પણ તેમનો માનવતાનો સંબધ અહીં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના દર્દી અને સંબંધીઓ સાથે જોડાયેલો જોવા મળે છે.તેથી જ તો સુરતના લાસકાના જલારામ ટ્રસ્ટના યુવકો ચા બિસ્કિટ અને નાસ્તો પુરો પાડી જાણે દર્દી અને દર્દીના સંબંધીઓને કોરોના સામે લડવા હિંમત આપી રહ્યા છે. હાલ સુરત કોવિડ હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર હેઠળ આવી રહ્યા છે, ત્યારે આ સરાહનીય સેવાથી અનેક લોકોને ગદગદ થઈ ગયા છે.

તો બીજી તરફ આ સેવા પૂરી પાડતા સુરતની સંસ્થાના લોકો પણ એવી જગ્યાએ સેવા આપી રહ્યા છે જ્યાં લોકોને ખૂબ જ જરૂર હોય છે. કારણ કે, એક તરફ હોસ્પિટલમાં પોતાના સ્વજન ઑક્સીજન પર શ્વાસ લેતા હોય, ત્યાં બહાર તેમના સંબંધીને પોતાને હોશ હોતું નથી. ત્યાં આ સંસ્થાના લોકોની આ સેવા અદભુત સાબિત થઈ છે. કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પરંતુ કોરોનાની બીમારીમાં લડતા લડતા હંમેશા સુરતના લોકોએ એકબીજા માટે મદદરૂપ થતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેમાં કોઈ બે મત નથી.

Latest Stories