Connect Gujarat
Featured

સુરત: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપો, કોંગ્રેસની માંગ

સુરત: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપો, કોંગ્રેસની માંગ
X

કોરોનાની મહામારી સાથે વિદ્યાર્થીઓની સ્વાથ્યની ચિંતા કરી ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને જેમ માસ પ્રમોશન અપાયું છે તેવી જ રીતે ધો-10 અને 12માં નાપાસ થયેલા રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ સેવાદળ દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજયમાં કોરોના મહામારીની સમગ્ર રાજયમાં પ્રથમ લહેર તેમજ બીજી લહેરના કારણે સમગ્ર રાજયમાં શિક્ષણ કાર્ય બંધ છે. આવા સંજોગોમાં ઘો-10 અને 12 ના બોર્ડની પરીક્ષા લેવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી હતી પરતુ કોરોનાના કારણે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરીને બોર્ડનાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.

તે સરકારના નિર્ણયને આવકારીએ છીએ પરંતુ દુખ સાથે જણાવવાનું કે લોકડાઉમન પહેલા આખા વર્ષ દરમિયાન અભ્યાસ કરી ધો 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી જે વિદ્યાર્થીઓ બે વિષય તેમજ ત્રણ કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે અને તેના વિદ્યાર્થીઓ દ્વારા રીપીટર પરીક્ષાર્થી તરીકેનું પરીક્ષાનું ફોર્મ ભરાયું છે તે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર કોઈપણ નિર્ણય ના લઈ તમામ રીપીટર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. જેથી ધો-10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેની માંગ કરાઈ છે.

Next Story