/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/17213632/2-6.jpg)
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ એવા પોલીસકર્મી સંક્મ્રણનો ભોગ બની રહ્યા છે ત્યારે મહિલા એ.એસ.આઈ.નું કોરોનાના કારણે અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણીમા છવાઈ ગયો છે.
સુરતમાં કોરોનાનો કહેર શરુ થયો ત્યારથી જ પોલીસ આગળ આવી સતત કામગીરી કરી રહી છે. જયારે લોકો ઘરમાં સુરક્ષિત હતા. ત્યારે પોલીસકર્મીઓ લોકોની સુરક્ષા માટે રોડ પર પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા હતા. અને પોલીસની આ ફરજ આજે જયારે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે પણ યથાવત છે. આ દરમ્યાન સુરતમાં કેટલાય પોલીસકર્મીઓ કોરોના પોઝીટીવ પણ થયા અને કેટલાય પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે.
પરંતુ કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન પણ થયું છે. મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ ડેપ્યુટેશન ઉપર ૧૮૧ માં ફરજ બજાવી રહેલા એ.એસ.આઈ. નશીમબાનું સલીમભાઈ શેખનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ૧૪ એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ૩ દિવસની સારવાર દરમ્યાન તેઓનું નિધન થયું હતું. તેઓના નિધનના પગલે તેઓના પરિવાર અને પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વધુમાં તેઓ આગામી ૩૧-૭-૨૦૨૧ ના રોજ નિવૃત થવાના હતા. પરંતુ તે પહેલા જ કોરોનાના કારણે તેઓનું નિધન થયું હતું.