/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30183726/maxresdefault-262.jpg)
એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે, તો બીજી તરફ ઑક્સીજનની પણ અછત હોવાની બૂમો ઉઠી રહી છે. સુરતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં આવશ્યક સિવાયના બજારો અને કોમ્પ્લેક્સ મોલ બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ હીરા ઉદ્યોગ રાબેતા મુજબ કાર્યરત છે, ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગમાં કારીગરોને 15 દિવસનો એડવાન્સ પગાર આપી હીરા ઉદ્યોગને 15 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે તેવી માંગ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, તંત્ર અને હીરાના કારખાનાના માલિકોને જાણકારી છે કે, હીરા ઉદ્યોગમાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે. કારણ કે, 3થી 4 મીટરની અંદર જ 3થી વધુ કારીગરો એકસાથે કામ કરે છે, ત્યારે લોકડાઉન સમયે કેટલાક હીરાના કારખાનાના માલિકોએ કારીગરોને પગાર ચૂકવ્યો ન હતો. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા હીરા ઉદ્યોગમાં કારીગરોને 15 દિવસનો એડવાન્સ પગાર આપી હીરા ઉદ્યોગને 15 દિવસ સુધી બંધ રાખવામા આવે તે ખૂબ જરૂરી બન્યું છે.