સુરત : ડીંડોલીના જમીન દલાલની હત્યાનો ભેદ ઉકેલાયો, 35 લાખ રૂા.ની લેતીદેતીમાં હત્યા

New Update
સુરત : ડીંડોલીના જમીન દલાલની હત્યાનો ભેદ ઉકેલાયો, 35 લાખ રૂા.ની લેતીદેતીમાં હત્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી ગુમ થયેલા જમીન દલાલની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. 35 લાખ રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ ન્યુ બાલાજી નગરમાં રહેતો રામફેર ભોલાનાથ ગૌતમ જમીન દલાલીનું કામ કરે છે. એક મહિના પહેલાં તે પાંચ લોકોને જમીન બતાવવા માટે ગયાં બાદ ગુમ થઇ ગયો હતો. પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને કોલ ડિટેલ્સના આધારે મુંબઇ ખાતેથી જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ અને દીવાકર ઉર્ફે લલ્લા ઉર્ફે રાજા વિરેન્દ્ર બહાદુર યાદવને પકડી પાડ્યા હતાં.તેમણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, તારીખ 5 નવેમ્બરના રોજ સવારના સમયે કારમાં શ્યામલાલની ઓફિસ પાસેથી રામફેર ભોલાનાથ ગૌતમને પ્લોટ બતાવવાના બહાને આલોક યાદવના ઘરે લઈ ગયા હતા અલોક યાદવની રામફેર સાથે જૂની અદાવત હતી જેના કારણે આરોપીઓએ પૂર્વ આયોજન કરી રામફેરને લાકડાના ફટકા વડે મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો તેનો મોબાઈલ વીડિયો પણ ઉતાર્યો હતો ત્યાર બાદ મૃતદેહને કોથળામાં બાંધી ડીંડોલી ખાતે આવેલ ઉત્સવ રેસીડન્સી નજીક ગટરમાં ફેંકી દીધો હતો. બીજી તરફ મૃતકના ભાઈ જણાવ્યું હતું કે શ્યામલાલ સાથે મારો ભાઈ રામફેર ગૌતમ જમીન લેન વેચાણનું સાથે મળીને કામ કરતા હતાં. 35 લાખ રૂપિયાની લેતીદેતીની વાત ચાલતી હતી તેમાં જ મારા ભાઇની હત્યા કરવામાં આવી છે. હાલ તો પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Latest Stories