સુરતના કીમ ખાતે આવેલ સોસયાટીમાં રહેતા વ્યક્તિએ ઘરે રહીને જ કોરાનાને હરાવ્યો, 17 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા સોસાયટીના રહીશો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના કીમ ગામની શુભમ સોસાયટીમાં રહેતા ગિરધારીભાઈ લુહારને ગત 7 તારીખના રોજ કોરાના લક્ષણ દેખાતા, આરોગ્ય વિભાગ દ્વારા ગીરીધારી ભાઈ સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને ગિરિધારી ભાઈનો રિપોર્ટ 9 તારીખે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ગિરિધારી ભાઈને હોમ આઈસોલેશન કરી દીધા હતા.
ત્યારે 17 દિવસ હોમ આઈસોલેશન રહ્યા બાદ આજરોજ ગિરિધારી ભાઈનો કોરાના રિપોર્ટ નેગેટિવ આવતા કીમ ગામના આગેવાનો તેમજ શુભમ સોસાયટીના રહીશો દ્વારા ગિરધારી ભાઈને ફુલહાર પહેરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીરધારી ભાઈએ સોસાયટીમાં ઘરે ઘરે જઈને કોરાના સામે કઈ રીતે સાવચેતી રાખવી તેની જાણકારી લોકોને પુરી પાડી હતી.
ઉલ્લેખનીય છેકે અત્યાર સુધી ઓલપાડ તાલુકામાં કોરાના એ ત્રાંડવ મચાવ્યો છે. અને ઓલપાડ તાલુકામાં 286 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 14 જેટલા લોકો કોરાના વાયરસના લીધે મોત પણ થઈ ચૂક્યા છે.