સુરત : ડુપ્લીકેટ આર.સી. બુક બનાવી વાહન વેંચતી ટોળકી ઝડપાઇ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

New Update
સુરત : ડુપ્લીકેટ આર.સી. બુક બનાવી વાહન વેંચતી ટોળકી ઝડપાઇ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

બેંક લોનના હપ્તા નહિ

ભરેલ ગાડીઓને રિકવર કરી ડુપ્લીકેટ આર.સી. બુક બનાવી ગેરકાયદેસર રીતે અન્યને વેચાણ કરતી ટોળકીને સુરત જિલ્લા આર.આર.સેલની ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની

કાર્યવાહી કરી છે.

publive-image

સુરત જીલ્લામાં બોગસ આર.સી. બુક

બનાવી વાહન વેચતા 3 આરોપીઓને કામરેજ પોલીસે દબોચી લીધા હતા. આ આરોપીઓ બેંક લોન પર લીધેલી બાઈકને ગ્રાહક હપ્તો ન ભરી શકે તો વાહન ડિટેન કરી

રિકવરી કરતાં હોય છે. નડિયાદના આરોપી પાસે વાહનની ડુપ્લીકેટ આર.સી. બુક બનાવી અન્ય લોકોને

પધરાવી દેતા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત આર.આર.સેલની ટીમે આ ટોળકી પાસેથી 66 જેટલી ડુપ્લીકેટ આર.સી. બુક અને 4 બાઈક સહિત કુલ 98 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેન્જ આઈ.જી.ના માર્ગદર્શન હેઠળ

સુરત આર.આર.સેલની ટીમે નકલી

આર.સી. બુકના કૌભાંડમાં ઝડપાયેલા તમામ 3 આરોપીઓને કામરેજ પોલીસને સોંપ્યા હતા. હાલ આરોપીઓએ કેટલી બોગસ આર.સી. બુક બનાવી કેટલી બાઈક વેચી છે, વધુ કેટલા આરોપીઓ શામેલ છે, તે અંગે કામરેજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

છે.

Latest Stories