સુરત : “શાળા ક્યારે શરૂ થશે” તેની ચિંતા વ્યક્ત કરતા કીમના શિક્ષકે બનાવી ઇકો ફ્રેંડલી ગણેશજીની પ્રતિમા

New Update
સુરત : “શાળા ક્યારે શરૂ થશે” તેની ચિંતા વ્યક્ત કરતા કીમના શિક્ષકે બનાવી ઇકો ફ્રેંડલી ગણેશજીની પ્રતિમા

કોરોના મહામારીને પગલે દેશભરમાં છેલ્લા 5 માસથી વધુ સમયગાળા દરમ્યાન શાળાઓ બંધ છે. જેમાં ગુજરાત અને દેશ વિદેશની હજારો સરકારી અને ખાનગી શાળાઓના લાખો વિધાર્થીઓ, વાલી, શિક્ષકો સહિત શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ ચિંતાતુર બન્યા છે, ત્યારે હવે વહેલી તકે શાળાઓ શરૂ થાય તેવી ભાવવહી દર્શાવતા સુરત જિલ્લાના કીમ ખાતે શાળાના શિક્ષકે માટીની ઇકો ગણેશજીની સુંદર પ્રતિમા બનાવી તેનું સ્થાપન કર્યું છે.

publive-image

કીમની ચિરાગ શાળાના ચિત્ર શિક્ષક અને આચાર્ય સોહિલ ગજ્જરે જણાવ્યુ હતું કે, કોરોના વાયરસની ક્રુતિ ઉપર બિરાજમાન ગણેશજી ખૂબ જ સુંદર લાગે છે. મનમોહકતા સાથે વિષય અનુસંધાન જાળવી ચિંતામાં મુકાયેલા ગણેશજીની પ્રતિમા શિક્ષક સોહિલ ગજ્જરે તૈયાર કરી સાંપ્રત સમયમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ ફીના અભાવે શાળાઓ અને શિક્ષક પરિવારોને પડી રહેલી મુશ્કેલી તેમજ વિધાર્થી, વાલી સાથે શિક્ષણની ચિંતા સાથે વ્યક્તિનું આબેહૂબ વર્ણન પ્રતિમા દ્વારા કરી પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ઓલપાડના સિમલથું ગામના અને કીમ ચિરાગ શાળાના શિક્ષકે માટીમાંથી ઇકો ફ્રેંડલી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી સરકારના પર્યાવરણ બચાવવાના પ્રેરણાત્મક પ્રયાસથી સદર વિષય મારફતે એક સંદેશ અભિવ્યક્ત કર્યો હતો.

Latest Stories