/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/03142825/maxresdefault-27.jpg)
સુરત ફાયર વિભાગ દ્વારા એક હોસ્પિટલ સહિત વધુ પાંચ મિલકતોને સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવે નોટિસ પાઠવવા છતાં સંચાલકો દ્વારા સુવિધા ઉભી કરવામાં ન આવતા સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલી સંસ્થાઓ સામે ફાયર સેફટીના અભાવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવ્યા બાદ પણ સંસ્થાઓ દ્વારા સુવિધા પૂરી પાડવા આળસ કરવામાં આવી રહી છે. જેના પગલે આવી સંસ્થાઓ સામે ફાયર વિભાગ દ્વારા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે આજરોજ વહેલી સવારે સુરત ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં આવેલ હોસ્પિટલ, ટેક્સ્ટાઇલ માર્કેટ, સ્કૂલ સહિત પાંચ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.
અઠવા ઝોનમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ગંગા હાઉસને સીલ કરાયું છે, જ્યારે કતારગામમાં આવેલ નમ્રતા હોસ્પિટલને પણ સીલ કરાય છે. સેન્ટ્રલ ઝોનમાં આવેલ જીવન ભારતી સ્કૂલ સામે પણ સીલની કાર્યવાહી કરવામાં આવી છે. સૈયદપુરાની એ.એમ. મિર સ્કૂલ, રિંગ રોડની એકતા ટેકસ્ટાઈલ્સ માર્કેટની 102 દુકાનો પણ સીલ કરવામાં આવી છે. જ્યારે કતારગામની લિટલ વિંગસ સ્કૂલ પણ સીલ કરાય છે. મંદી અને કોરોનાની મારમાંથી હજી માંડ-માંડ બહાર આવેલા વેપારીઓ દ્વારા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી સીલની કાર્યવાહીથી નારાજગી જણાઈ રહ્યા છે.