/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/28230147/3-1-2.jpg)
દેશભરમાં બનતી લવ જેહાદની ઘટનાઓને લઈને હિન્દુ જાગરણ મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હરિયાણામાં એક શખ્સ દ્વારા વિદ્યાર્થિનીની જાહેરમાં કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. તો સાથે જ સુરતના અમરોલી વિસ્તારમાં પણ વેપારીની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીને ટકોર કરવા ગયેલા મહિલાના પતિની હત્યા કરી દેવામાં આવી હતી. આમ સુરત અને હરિયાણામાં બનેલી હત્યાની ઘટનાઓના પગલે બુધવારના રોજ સુરત ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સુરત ખાતે હિન્દુ જાગરણ મંચ સંયોજક પ્રદીપ પરીખે જણાવ્યું હતું કે, દેશભરમાં દિવસેને દિવસે લવ જેહાદ જેવી ઘટનાઓ બની રહી છે. જેનો દાખલો હરિયાણામાં જોવા મળ્યો. જ્યાં યુવતીને લગ્ન કરવામાં માટે એક શખ્સ દ્વારા દબાણ કરાતું હતું. જેમાં યુવતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે સુરતના અમરોલી વિસ્તારમાં પણ એક શખ્સ અને તેના અન્ય બે મિત્રોએ એક વેપારીની હત્યા કરી નાખી હતી, ત્યારે આ બન્ને ઘટનાઓનો હિન્દુ જાગરણ મંચ દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.