સુરત: કામરેજ તાલુકામાં રૂ. 7.83 કરોડના વિકાસકાર્યો જનસમર્પિત, સાથે રૂ. 2.22 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું

સુરત: કામરેજ તાલુકામાં રૂ. 7.83 કરોડના વિકાસકાર્યો જનસમર્પિત, સાથે રૂ. 2.22 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું
New Update

ગ્રામ્ય વિસ્તારમાં સુખાકારી માટે  કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાના હસ્તે કામરેજ તાલુકાના નવાગામ ખાતે રૂા.૫.૬૧ કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પંચાયત ઓફિસની બાજુમાં શેડનું કામ, પ્રાથમિક શાળામાં પેવર બ્લોક, વચલા ફળીયામાં પેવર બ્લોક, પંચાયત ઓફિસની સામે કમ્પાઉન્ડ વોલ અને પેવર બ્લોક, બળીયાદેવ મંદિરની આસપાસ પેવર બ્લોક જેવા વિકાસકામોનો સમાવેશ થાય છે.

publive-image

આ ઉપરાંત ઉભેળ ગામે રૂા.૨.૨૨ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ તથા માંકણા ગામે અદ્યતન પંચાયત ભવનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રચનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ, જગુભાઈ પટેલ, નિતીનભાઈ પટેલ, સરપંચ, ઉપસરપંચ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #MLA #Surat #Development works #Kamrej
Here are a few more articles:
Read the Next Article