દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત સુરતના શહેરમાં પ્રદેશ અધ્યક્ષ સે. આર. પાટેલની હાજરીમાં કાપોદ્રા સ્થિત સિદ્ધ કુટીરમાં કર્મનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણના વધામણા લેવા આયોજન કરાયું હતું. જેમાં દરેક શિવાલયો ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શિવના પુજન અર્ચન કર્યા હતા. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થ્તિમાં યોજાયો હતો. કાપોદ્રા સ્થિત સિદ્ધ કુટીરમાં કર્મનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો. સુરત ખાતે કાશીમાં આયોજિત વડાપ્રધાનનો કાર્યક્રમ વર્ચ્યુયલી નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરત શહેર ભાજપાના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
સુરત: કાપોદ્રા સ્થિત સિદ્ધ કુટીરમાં કર્મનાથ મહાદેવનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યો જળાભિષેક
દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહ્યા ઉપસ્થિત

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170