/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/17171530/maxresdefault-222.jpg)
સુરત બેંકો બાદ હવે વીમા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે વિદેશી મૂડીરોકાણની મર્યાદામાં વધારો અને ખાનગીકરણને લઈ સુરત નાનપુરા કચેરી બહાર કર્મચારીઓએ વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સરકારના ખાનગીકરણ કરવાની જાહેરાતને પગલે બેંકના કર્મચારીઓની બે દિવસીય હડતાળ બાદ હવે જનરલ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્શ્યોરન્સના કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અંધાધૂંધી સર્જાઈ તેવી શક્યતા છે. બેંકના પીએસયુ જનરલ ઇન્શ્યોરન્સ અને લાઈફ ઇન્શ્યોરન્સના કર્મચારીઓ વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીમાં વધારો, બેંકો સાથે વીમા કંપનીનું પણ ખાનગીકરણ અને એલઆઇસીના આઇપીઓ બાબતે આજે દેશભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે. સુરતની નાનપુરા કચેરી ખાતે જનરલ ઇન્શ્યોરન્સ કંપની તથા જીવન વીમા કોર્પોરેશન કામ કરતા કર્મચારીઓ એ સરકારના ખાનગીકરણ સામે વિરોધ દર્શાવી હડતાળ પર ઉતર્યા હતા. સરકાર દ્વારા વિદેશી રોકાણને વધારી 74 ટકા કર્યા બાદ એલઆઇસીનો હિસ્સો વેચવાના નિર્ણય સામે વિરોધ દર્શાવી સરકાર નિયમો પાછા ખેંચે તેવી માંગ કરી હતી.
ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી પ્રિયંકા કુમારીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છે. ખાનગીકરણના કારણે ઇન્સ્યોરન્સ કંપનીના 40 હજાર કર્મચારીઓ બેરોજગાર થઇ જશે. નોકરી મળવી મુશ્કેલ થશે તેમજ મોંઘવારીમાં ઘર ચલાવવામાં પણ તકલીફ પડશે. જેથી સરકાર પાસે ખાનગીકરણ પરત ખેંચવા માંગ કરી હતી.