સુરત : જહાંગીરપુરામાં ચાલતા કોલ સેન્ટરમાં પોલીસના દરોડા, એક મહિલા સહીત 35 લોકોની અટકાયત

New Update
સુરત : જહાંગીરપુરામાં ચાલતા કોલ સેન્ટરમાં પોલીસના દરોડા, એક મહિલા સહીત 35 લોકોની અટકાયત

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં એક મહિલા સહીત 35 લોકોની પોલીસે અટકાયત કરી હતી. જોકે 4 મહિના બાદ આ કોલ સેન્ટર ફરી ધમધમતું થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કેનાલ રોડ પર આવેલા નિર્વાણા શોપર્સમાં ઓટો બાઈટ સોલ્યુશન નામથી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની બાતમી જહાંગીરપુરા પોલીસને મળી હતી. જ્યાં પોલીસે દરોડા પાડી એક મહિલા સહીત 35 લોકોને અટકાયતમાં લીધા હતા. ઉપરાંત કોલ સેન્ટરમાંથી 2 ટીવી, 9 લેપટોપ, મોબાઈલ, રોકડ રૂપિયા સહિત લાખોની મત્તા જાપ્ત કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે 4 મહિના અગાઉ પીસીબી પોલીસે આ જ કોલ સેન્ટરમાં દરોડો પાડી કોલ સેન્ટરના માલિક ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણની ધરપકડ કરી હતી, ત્યારે 4 મહિના બાદ ફરી કોલ સેન્ટર ફરી ધમધમતું થયું હતું. આ કોલ સેન્ટરમાંથી લોકોને રોકાણની લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી. જેમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હતા. ફિરોઝ મેમણ પોતાની મોડ્સ ઓપરેન્ડી મુજબ ફરી એકવાર લોકોને ઠગવા માટે રોકાણની સારી સારી સ્કીમો બતાવતો હતો. ટિપ્સ આપવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહ્યા બાદ રોકાણકારને અંગુઠો બતાવી દેતો હતો. જહાંગીરપુરા પોલીસના ધ્યાને આખી ગતિવિધિ આવતા દરોડા પાડી કરી એક મહિલા સહિત 35 લોકોની અટકાયત કરી હતી.

Latest Stories