New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/09135232/xs.jpg)
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ વાવ પાટિયા નજીક એકલવ્ય હોસ્ટેલના તેજસ્વી વિધાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
હતું.
એકલવ્ય હોસ્ટેલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં
અભ્યાસ કરતા વિધાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ઋષભ ચૌધરીએ ગત વર્ષની JEE advanceની પરીક્ષામાં ઓલ
ઇન્ડિયા રેંક 336 (AIR) મેળવી ઝારખંડની IIT ધાનબાદના કમ્પ્યૂટર સાયન્સ વિભાગમાં પ્રવેશ મેળવ્યો છે.
ઉપરાંત યશ ચૌધરી નામના વિધાર્થીએ પણ JEE MAINમાં 2389 (AIR) મેળવી ધીરુભાઈ
અંબાણી ઇન્સ્ટિયુટમાં પ્રવેશ મેળવ્યો છે. બન્ને વિધાર્થીઓએ એકલવ્ય હોસ્ટેલનું ગૌરવ વધારતા હોસ્ટેલના સંચાલક રમેશ હીરાની દ્વારા પ્રથમ અંક મેળવનાર વિધાર્થીને રૂ. 11,000/- તેમજ દ્વિતીય અંક
મેળવનાર વિધાર્થીને 5,100/- રૂપિયાનો ચેક આપી પ્રોત્સાહિત કર્યા હતા.
Latest Stories