સુરત : કતારગામ ચેકપોસ્ટ કિન્નરોએ લીધી માથે, પોલીસને પણ મુકી ક્ષોભજનક સ્થિતિમાં

New Update
સુરત : કતારગામ ચેકપોસ્ટ કિન્નરોએ લીધી માથે, પોલીસને પણ મુકી ક્ષોભજનક સ્થિતિમાં

કિન્નરો સમાજમાં મોભાનું સ્થાન ધરાવતાં હોય છે પણ સુરતમાં કિન્નરોએ એવું કારસ્તાન કર્યું કે ખુદ પોલીસને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જવું પડયું હતું.

Watch Video : https://fb.watch/4yMfa-9Q_t/

સુરતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી શહેરમાં રાત્રિ કરફયુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. શહેરના કતારગામ વિસ્તારના ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયાં હતાં. રાત્રિ કર્ફ્યૂમાં કિન્નરોને પોલીસે અટકાવી માસ્ક પહેરવાનું કહેતાં તમામ મર્યાદાઓ વટાવી હતી. કિન્નરોએ વસ્ત્રો ઉતારી પોલીસને ક્ષોભમાં મુકી દેવાની સાથે મારામારી પણ કરી હતી.

ચેકપોસ્ટ ખાતે મચેલા હંગામાને કારણે પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો. કિન્નરોના હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કતારગામ ચેકપોસ્ટ પર આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાને કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમામ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાલ કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે.