મહિસાગર જિલ્લામાં ગંભીર બિમારીથી પીડાઇ રહેલા ત્રણ મહિનાના બાળકની મદદ માટે સુરત કિન્નર સમાજ આગળ આવ્યું છે. કિન્નર સમાજે બાળકની સારવાર માટે 65,000 હજાર ભેગા કરી મદદરૂપ થયા છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ જન્મ જાત એસ.એસ.એમ-1 તરીકે ઓળખાતી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે આ બીમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે બીમારીના ઇલાજ માટે કરોડો રૂપિયા લાગી રહ્યા છે જેને લઇ આર્થિક મદદ માટે ધૈર્યરાજના માતા-પિતા મદદ માટે અપીલ કરી રહ્યા છે.
માતા-પિતાની અપીલને લઈ અનેક લોકો તેઓને આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે સુરત કિન્નર સમાજ આર્થિક મદદ માટે આગળ આવ્યું છે કિન્નર સમાજે તેઓના સમાજમાંથી રૂપિયા 65 હજારનો ફાળો ભેગો કર્યો છે. આ રૂપિયા ધૈર્યરાજના માતા પિતાના એકાઉન્ટમાં નાંખવામાં આવશે જેથી ધૈર્યરાજને ઇલાજમાં આર્થિક મદદરૂપ થઈ શકે.