સુરત : કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો વિરોધ, જુઓ કોને આપ્યું પોતાનું સમર્થન..!

New Update
સુરત : કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો વિરોધ, જુઓ કોને આપ્યું પોતાનું સમર્થન..!

કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ કૃષિ બિલના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં સુરત શહેર ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સરકાર દ્વારા કૃષિ બિલ પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલની આગેવાનીમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓ બનાવવામાં આવ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેને લઈને દેશના ખેડૂતોને ખૂબ મોટું નુકશાન થવાનું ભીતિ સેવાઇ રહી છે.

સરકાર દ્વારા કોર્પોરેટ અને મલ્ટિનેશનલ કંપનીઓના દબાણમાં આવીને આ કાયદાઓ બનાવ્યા છે. જેનો દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જોકે દિલ્લી ખાતે જે ખેડૂતોએ નાકાબંધી જાહેર કરી છે, તે ખેડૂતોને ગુજરાતના ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું છે, ત્યારે આ કાયદો રદ્દ કરવા માટે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી ગુજરાત ખેડૂત સમાજ દ્વારા તાલુકા તેમજ જિલ્લા મથકે મામલતદાર અને જિલ્લા કલેક્ટરના માધ્યમ પોતાની રજૂઆત પહોચાડવાનો પ્રયાસ કરો છે.

Latest Stories