સુરત : તાઉ-તે વાવાઝોડાના પગલે ખેતીને મોટું નુકશાન, ખેડૂતોની ચિંતામાં વધારો

New Update
સુરત : તાઉ-તે વાવાઝોડાના પગલે ખેતીને મોટું નુકશાન, ખેડૂતોની ચિંતામાં વધારો

તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સુરત જિલ્લામાં ઉનાળુ પાક એવા ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની ખેતીને મોટું નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોની મહેનતે તૈયાર થયેલો મહામુલો પાક હાલ લેવાનો મહત્વનો સમય ગાળો હોય, ત્યારે અચાનક આવેલા વાવાઝોડાને લઈને થયેલા ભારે વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલ પાક નાશ થવા પામ્યો છે.

સુરત જીલ્લામાં ખેતીના પાકોમાં મોટી નુકશાની થવાના ચોકાવનારા આંક સામે આવ્યા છે. તાઉ-તે વવાઝોડાના કારણે ખેડૂતોના મોમા આવેલો કોળિયો છીનવાય જવા જેવું થયું છે. વાવાઝોડાને લઈને ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની ખેતીને વ્યાપક નુકશાન થયું છે. જોકે, મે મહિનો ખેડૂતો માટે ખુબ મહત્વનો સમય ગાળો હોય છે. જેમ મહામહેનતે તૈયાર કરેલ પાક લેવાનો સમય ગાળો હોવાથી ખેડૂત સારો પાક ઉતરવા સાથે ઉંચો ભાવ મળવાની વાત ખુશ હોય છે, ત્યારે ખેતરમાં ડાંગર, શાકભાજી, કેળ અને કેરીનો તૈયાર થયેલા પાક લેવાના સમયે અચાનક આવેલા વાવાઝોડાને લઈને પવન સાથે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહીને લઈને ખેડૂતોનો જીવ તાળવે બંધાયો હતો.

જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ સોમ અને મંગળવારે સુરત જિલ્લામાં ઝડપી પવન સાથે થયેલા વરસાદથી તાઉ-તે વાવાઝોડાએ સુરત જિલ્લામાં ખેતીના પાકોમાં મોટો વિનાશ કર્યો છે. સાયણ સુગર ફેક્ટરીની હજુ શેરડી પીલાણ કામગીરી ચાલુ છે, ત્યારે અંદાજીત 2000 એકરમાં શેરડી કાપણી બાકી હોય, ત્યાં અચાનક આવેલા વરસાદને લઈને કાપણી બંધ થવાથી મોટી મુશ્કેલી સર્જાય છે. અત્રે ઉલેખનીય છે કે, મોટા પ્રમાણમાં શેરડીનો પાક ઉભો હોવાથી ખેડૂતો સાથે સુગર મંડળીને પણ મોટી નુકસાની થવાની શક્યતા છે. ત્યારે સુગર મંડળી ખેડૂતોને તમામ પ્રકારે મદદરૂપ થવાની તૈયારીમા લાગી છે. તાઉ-તે વાવાઝોડા ને લઈને પવન સાથે ભારે વરસાદ થવાથી સુરત જિલ્લામાં ખેતીના પાકોમાં અત્યાર સુધીનું સૌથી વધુ નુકશાન થયું છે, જયારે સરકારની સુચના મુજબ તમામ તાલુકાની સર્વે ટીમ બનાવવામાં આવી છે, જે નુકશાનીનો સર્વે કરી સત્તાવાર આંક આપતા સુરત જિલ્લામાં ખેતીમાં મોટી નુકશાનીના આંકમાં મોટો વધારો થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે.

Latest Stories