સુરત : લીવ ઇન રિલેશનશિપનો આવ્યો કરૂણ અંજામ, પરિણીત પ્રેમીએ જ કરી પ્રેમિકાની હત્યા

New Update
સુરત : લીવ ઇન રિલેશનશિપનો આવ્યો કરૂણ અંજામ, પરિણીત પ્રેમીએ જ કરી પ્રેમિકાની હત્યા

સુરત જિલ્લાના બારડોલીની એક યુવતીને લીવ ઇન રિલેશનશિપના સબંધો ભારે પડ્યા છે. ખુદ તેનાજ પરિણીત પ્રેમીએ યુવતી પર શંકા રાખી યુવતીની હત્યા કરી નાખી છે. જોકે પોતાનું કારસ્તાન છુપાવવા પોતાના સસરાના જ ખેતરમાં પ્રેમિકાલાશને દાટી દીધી હતી. પરંતુ આખરે પાપનો ઘડો ફૂટ્યો અને પોલીસના હાથે ચઢી ગયો હતો.

આપને દ્રશ્યોમાં દેખાય છે તે જેસીબી વડે ખેતરમાં જે ખોદકામ ચાલી રહ્યું છે. એ કોઈ ખેતીકામ નથી. પરંતુ એક યુવતીની હત્યા કરી દાટી દેવાયેલા મૃતદેહને સુરત જિલ્લાના બારડોલી પોલીસ અને તાપી જીલ્લા પોલીસ સબ ડીવીઝનલની હાજરીમાં બહાર કાઢી રહી છે. ગત 15 તારીખે બારડોલીના લકઝરીયસ એપાર્ટમેન્ટમાં રહેતી એક 3 વર્ષના બાળકની માતા એવી રશ્મી કટારીયા નામની યુવતીની ગુમ થયા હોવાની બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે બારડોલી પોલીસ યુવતીની તપાસ કરી રહી હતી. તેવામાં પોલીસને જાણવા મળ્યું કે, યુવતી ચિરાગ પટેલ નામના યુવાન સાથે આ યુવતી લીવ ઇન રિલેશનશિપમાં હતી. પોલીસ દ્વારા ચિરાગ પટેલની આકરી પૂછપરછ કરવામાં આવતા ચિરાગ પટેલે યુવતીની હત્યા કરી મૃતદેહને પોતાના જ સસરાના ખેતરમાં દાટી દીધી હોવાની કબુલાત કરી હતી. હવે પ્રશ્ન એ છે કે, હત્યા કરવા પાછળ નું કારણ શું હતું.

જોકે પરિણીત ચિરાગ પટેલ અને રશ્મી કટારીયાને છેલ્લા કેટલાક વર્ષથી પ્રેમ સબંધ હતો અને બન્નેને પ્રેમ સબંધ થકી એક 3 વર્ષનું બાળક પણ છે. રશ્મી કટારીયા ફરીથી ગર્ભવતી થતા ચિરાગ પટેલ અને રશ્મી વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. ચિરાગ પટેલને શંકા હતી કે, ગર્ભમાં રહેલું બાળક પોતાનું નથી. જોકે દિવાળી બાદ રશ્મીના માતા-પિતા રશ્મીને પોતાના ઘરે રહેવા માટે સતત કોલ કરી રહ્યા હતા. પરંતુ ફોન સતત બંધ આવતા આખરે રશ્મીના માતા-પિતાએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ દરમ્યાન સમગ્ર ઘટના બહાર આવી હતી. હાલ પોલીસે ચિરાગ પટેલની ધરપકડ કરી લીધી છે, ત્યારે આ લીવ ઇન રીલેશનનું પરિણામ ગંભીર કહી શકાય તેમ છે. કારણે કે, ચિરાગ પટેલે એક નહિ પરંતુ 2 લોકોની હત્યા કરી છે. એક પ્રેમિકા રશ્મી અને બીજું એના ગર્ભમાં રહેલા બાળકની અને 2 પરિવારોને બેઘર કરી દીધા છે.

Latest Stories