સુરત: લૂંટારુઓ લૂંટના ગુનાને આપી રહ્યા હતા અંજામ ત્યારે જ થઈ પોલીસની એન્ટ્રી, જુઓ શું છે મામલો

New Update
સુરત: લૂંટારુઓ લૂંટના ગુનાને આપી રહ્યા હતા અંજામ ત્યારે જ થઈ પોલીસની એન્ટ્રી, જુઓ શું છે મામલો

સુરતના વરાછામાં જુની બોમ્બે માર્કેટ પાસે કોન્ટ્રાક્ટર સાથે ત્રણ લૂંટારૂઓ તેની પાસેથી ફોન અને રોકડની લૂંટ કરી રહ્યા હતાં તે જ સમયે પોલીસ પહોંચી જતાં બે લૂંટારૂઓ ઝડપાઇ ગયા હતા જ્યારે બે ફરાર થઈ ગયા હતા.

સુરતમાં એક બાજુ કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે બીજી બાજુ ગુનેગારો પણ પોતાનું કામ જોરસોરમાં કરી રહ્યા છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી. અડાજણમાં કેદારનાથ સોસાયટીમાં રહેતા મનિષ ડોડિયા મકાન બાંધકામનું કામ કરે છે. મંગળવારે બપોરે તેઓ મોપેડ પર જુની બોમ્બે માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે બે લોકો સામે આવી જતાં મનિષભાઇ ઉભા રહી ગયા હતાં. ત્યારે બીજા બે લોકો મોપેડ પર તેમના તરફ ધસી આવ્યા હતાં.ચાર વ્યક્તિ પૈકી એક ઇસમે નશો કર્યો હોય એવો ઢોંગ કરીને મનિષભાઇ પર પડી ગયો.

લૂંટના ઇરાદે આવેલા ચાર લૂંટારૂઓએ પરિસ્થિતિનો ફાયદો લઇને 1500 રૂપિયા અને ફોન લૂંટી લીધો હતો. તે જ સમયે વરાછા પોલીસ સ્ટેશનના એલઆર ચંદ્રદીપસિંહ ત્યાંથી પેટ્રોલિંગમાં પસાર થયા હતાં. તેઓએ આ ઝપાઝપી જોતા લૂંટારૂઓને પકડવાનો પ્રયાસ કરતા બે ઈસમ ઝડપાય ગયા હતા.જ્યારે બે લૂંટારૂઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતાં. ઝડપાયેલ આરોપીઓ સઇદ ઉર્ફ ચુહા નઝીરખાન પઠાણ અને મોહમદ અબરાર ઉર્ફ અબુ ઇબ્રાહિમ શેખ છે. બંને આરોપીઓ એક મહિના પહેલા પાસામાંથી છૂટ્યા છે. આ પહેલા મારા-મારી- આર્મસ એક્ટના ગુનામાં પકડાઈ ચૂક્યા છે.પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories