સુરત : મજુરાના ધારાસભ્યએ અનોખી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી, દરેક બહેન ઇચ્છશે કે તેને આવો ભાઇ મળે

સુરત : મજુરાના ધારાસભ્યએ અનોખી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી, દરેક બહેન ઇચ્છશે કે તેને આવો ભાઇ મળે
New Update

કોરોનાના કપરા સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહયો છે અને મોતના ભય વચ્ચે ઝઝુમી રહેલાં લોકોમાં આશાનું નવું કિરણ પ્રગટાવવાનો અનોખો પ્રયાસ સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો છે. તેઓ પીપીઇ કીટ પહેરીને કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓની વચ્ચે પહોંચી ગયાં હતાં અને દર્દીઓના કાંડે હોસ્પિટલની બહેનોના હસ્તે રાખડી બંધાવી હતી.

સુરત શહેરમાં કોરોના વાયરસે અજગરી ભરડો લઇ લીધો છે. સુરતવાસીઓ મોતના ભય વચ્ચે ઝઝુમી રહયાં છે અને અનેક લોકો હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહયાં છે. પરિવારથી દુર સારવાર લઇ રહેલાં આ દર્દીઓ માટે રક્ષાબંધનનો તહેવાર એક સ્વપન સમાન બની ગયો હતો પણ પીપીઇ કીટ પહેરીને એક દેવદુત સમાન વ્યકતિ તેમની સમક્ષ હાજર થાય છે. પ્રથમ તબકકે પીપીઇ કીટ પહેરેલો વ્યકતિ આપને તબીબ અથવા આરોગ્ય કર્મચારી લાગતો હશે પણ આ પીપીઇ કીટ પહેરી કોરોનાના દર્દીઓની વચ્ચે આવેલો વ્યકતિ છે મજુરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી... હા તમે બરાબર સાંભળ્યું તે વ્યકતિ છે ધારાસભ્ય હર્ષ સંઘવી....

સુરતની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં દર્દીઓના ચહેરા પર રોનક લાવવા અને તેઓ પરિવાર સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તે માટે હર્ષ સંઘવી હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં હતાં. પુરતી તકેદારી અને સાવચેતીના પગલાં સાથે હોસ્પિટલની બહેનોના હાથે દર્દીઓના કાંડે રાખડી બંધાવી તેઓ ઝડપથી સાજા અને સ્વસ્થ થઇને ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી. આટલેથી નહિ અટકતાં તેમણે દરેક દર્દીની વિડીયો કોલથી તેમના પરીવાર સાથે વાતચીત કરાવી હતી. કોરોનાના કપરા સમયમાં જુજ નેતાઓ લોકોની વચ્ચે જઇ તેમનું દર્દ સાંભળી રહયાં છે ત્યારે યુવા વયે જીવની પરવા કર્યા વિના રક્ષાબંધનની ઉજવણી કરનાર હર્ષ સંઘવીના પ્રયાસને કનેકટ ગુજરાત પરિવાર પણ બિરદાવે છે.

#Surat #COVID19 #Surat News #StayHomeStaySafe #Rakshabandhan2020 #Rakhi2020 #Majura MLA
Here are a few more articles:
Read the Next Article