સુરત : ક્ષારયુક્ત જમીનમાં કીમના ખેડૂતે કરી બતાવી કેરીની સફળ ખેતી, મબલક પાક સાથે મેળવી સારી આવક

New Update
સુરત : ક્ષારયુક્ત જમીનમાં કીમના ખેડૂતે કરી બતાવી કેરીની સફળ ખેતી, મબલક પાક સાથે મેળવી સારી આવક

સુરત જિલ્લાના કીમ તાલુકાના ખેડૂતે ક્ષારયુક્ત જમીનમાં કેરીની સફળ ખેતી કરી બતાવી છે. જેમાં લગભગ 70 આંબા પરથી ખેડૂતે 150 મણ કેરીના મબલક પાક સાથે સારી આવક મેળવી છે, ત્યારે કેરીનો સરસ મજાનો પાક આવતા ખેડૂત સૌકોઈ માટે પ્રેરણાદાયી બન્યા છે.

રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના જૈવિક ખેતી કરતા કીમના ખેડૂત બળવંત દેસાઇ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. કીમ ખાતે રહેતા ખેડૂત બળવંત દેસાઇએ આજથી 5 વર્ષ પહેલાં સાહોલ ખાતે જમીન રાખી હતી. જમીન લીધી ત્યારે સંપૂણ જમીન ક્ષાર યુક્ત હતી. જેથી ઘણા ખેડૂતોએ બળવંત દેસાઇને જમીન લેવાનું ના કહ્યું હતું. છતાં પણ ખેડૂતે મન અડગ રાખી જમીન લીધી હતી. ત્યારબાદ જમીનમાં જૈવિક પદ્ધતિ એટલે કે, ઓર્ગેનિક ખેતીની પદ્ધતિથી જમીન ફળદ્રુપ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આખરે તેમની મહેનત રંગ લાવી જમીન યોગ્ય બની જતા બળવંત દેસાઇએ પોતાના ખેતરમાં આંબા રોપ્યા હતા. આજે આ આંબા પર મબલક કેરીનો સરસ મજાનો પાક આવતા ખેડૂત બળવંત દેસાઇ સૌકોઈ માટે પ્રેરણાદાયી બન્યા છે. આ સીઝનમાં તેઓએ લગભગ 70 આંબાના વૃક્ષ પરથી 150 મણ જેટલો કેરીનો પાક મેળવી લીધો છે.

Latest Stories