New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/16221751/maxresdefault-215.jpg)
સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા આજથી સુરત શહેરમાં ભીડભાડવાળા રૂટ પર બી.આર.ટી.એસ. બસ અને સિટી બસ સેવા બંધ કરી દેવાઇ છે, સાથે જ ગાર્ડનો અને તરણકુંડ પણ બંધ કરી દેવાયા છે. અઠવા, રાંદેર, વેસુ, પીપલોદ અને માર્કેટ વિસ્તારની રોડ પર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા બંધ રહેશે અને શહેરના તમામ બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી મનપા દ્વારા અન્ય કોઈ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આ તમામ સેવાઓ બંધ રહેશે.