કોરોનાથી સંક્રમિત થયા બાદ કેટલાક દર્દીઓમાં ફુગજન્ય મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ જોવા મળી રહયો છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસીસના 224 દર્દી નોંધાયા છે 67 દર્દી સાજા થયા છે 16 દર્દીઓના મોત નિપજ્યા છે સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. આ રોગના દર્દીઓની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ઈ.એન.ટી વિભાગમાં 3 અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવ્યાં છે.
કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થનારામાં મ્યુકરમાઇકોસીસ નામની ગંભીર બીમારીના લક્ષણો જોવા મળી રહ્યાં છે. ડાયાબીટીસની બિમારી હોય અને કોરોનાનો પણ ભોગ બન્યાં હોય તેવા દર્દીઓમં મ્યુકોરમાઇકોસીસના રોગ વધારે પ્રમાણમાં દેખાઇ રહયો છે. આંખ અને કાનમાંથી પાણી નીકળવા લાગે ત્યારે દર્દીઓને તુરંત તબીબનો સંપર્ક કરવા અપીલ કરાય છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના અત્યાર સુધીમાં 224 દર્દી નોંધાયા છે 67 દર્દી સાજા થયા છે 16 દર્દીઓના મોત નિપજ્યા છે સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ઈ.એન.ટી વિભાગમાં 3 વોર્ડ આ બિમારીના દર્દીઓ માટે બનાવવામાં આવ્યાં છે.
આરોગ્ય અધિકારી ડૉ પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, કોરોનાના જે દર્દીઓ લાંબા સમયથી આઈસીયુંમાં અને વેન્ટિલેટર પર છે તે દર્દીઓની ઈમ્યુનિટી પાવર ઓછી હોય અને ડાયાબિટીસ હોય તેવો દર્દીઓમાં આ બીમારી જોવા મળી રહી છે આ બીમારી કોરોનાથી સાજા થઈ ગયા તે પછી પણ દેખાય છે. આંખામાંથી પાણી નીકળવું તેમજ દુખાવો થવા અને નાકમાંથી પાણી નીકળતું હોય તેમને સાવધાની સાથે હળવા હાથે સાફ કરવું જોઈએ જેથી તેમના ઇન્ફેક્શનને અટકાવી શકાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને સ્ટીરોઇડ લીધેલા દર્દીઓમાં વધુ ઝડપે ઇન્ફેક્શન ફેલાય છે જેથી સુગર લેવલ સામાન્ય રાખવા ધ્યાન રાખવું જોઈએ.